પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિઓ બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ ના વંશજો છીએ.દક્ષ પ્રજાપતિ પોતે યજુર્વેદના વિદ્વાન જ્ઞાતા હતા. એક વાર તેમણે મહા યજ્ઞ આરંભ્યો.તેમાં તેમણે ભગવાન શંકર ને આમંત્રણ આપ્યું નહિ અને અપમાન કર્યું. તેથી ભગવાન શંકરના ગણ નંદી એ ગર્વિત દક્ષ ને શ્રાપ આપ્યો. પરિણામે દક્ષ પ્રજાપતિ ના વંશજો યજુર્વેદીય ઉચ્ચને બ્રાહ્મણ કુંડના હોવા છતાંય કળયુગ માં અબ્રાહ્મણ ગણાયા.આ રીતે મૂળ તો પ્રજાપતિ બ્રાહ્મણ ની ઉચ્ચજાતિ હોવા છતાં એમાંથી ચલિત થઇ ગયા છે.
દરેક યુગ માં કોઈપણ સમાજ દ્વારા પ્રજાપતિઓ ખુબ મન સમાન પામતા હતા.પહેલી થી સંસ્કરી અને ભક્તિ પ્રધાન જ્ઞાતિ છે.એના ઉદાહરણો આપણે પ્રજાપતિ જ્ઞાતિ માં થયેલા સંતો ની પરંપરા ચાલી અવે છે. તે પર થી સ્પષ્ટ જોઈ શકાય છે. જેમ કે પ્રહલાદ ના ગુરુ શ્રી બાઈ,મહારાષ્ટ ના સંત ગોરાકુંભાર,પાટણ ના શ્રી પદ્મનાથ પ્રભુ ,બોરસદ ના સંત ગોપાલદાસ,રાજપૂતમાં થયેલ ભક્ત કુબાજી કંકાવટી ના ભક્ત દંપતી રાંકા -વાંકા,થાન ગામમાં મેપ ભગત ટીકળ ગામના કાળા ભગત , ગોધરાના સંત પુરુષોત્તમ દાસજી વંથલીના હીરા ભગત,બોરડીના બોઘા (મહંત બાળકદાસજી),બદવગર ના જીવાભગત(સંત હંસદાસજી) આપાગીગા ની જગ્યા ના શામજીબાપુ તથા જીવરાજબાપુ વગેરે સંતોની પરંપરા છે.જે પ્રજાપતિ જ્ઞાતિ ની પવિત્રતા,સંસ્કાર,ગૌરવ તથા ભક્તિનો પૂરવો છે.
પ્રજાપતિઓ ના રહેઠામના સ્થાન પરથી તથા ધંધા ના કાર્યક્ષેત્ર પરથી વિવિધ અટકો અને પેટ વિભાગ જોવા મળે છે આપણા પ્રજાપતિ ઓ ની મુખ્ય શાખાઓ 84 નોંધાયેલી જોવા મળે છે.જેમકે ગુર્જર,વરિયા,વાટલિયા,સોરઠીયા,લાડ,મારુ,પુરબીયા,વગેરે કાર્યક્ષેત્ર પર થી ઇંટો પાડનાર કડિયા,સુથાર ,કુંભાર,મિસ્ત્રી ,કંઠીવાડા વગેરે મુખ્યત્વે માટીકામ સાથે જોડાયેલા હોવાથી કુંભાર કહેવાયા.પ્રજાપતિ ભાઈઓ ની કલાકૃતિઓ અને સાધનો પવિત્ર મનાય છે. પ્રસંગો એ પ્રજાપતિ ની હાજરી જરૂરી બને છે.
પ્રજાપતિમાં નૈતિકતા, સજ્જનતા ,સત્કાર,આતિથ્ય, ભક્તિ ને આશ્રયદાતા ના ગુણો પરંપરા થી જોવામાં આવેલ છે.કાળક્રમે વરિયા પ્રજાપતિ ભાઈઓ હવે તો અન્ય અનેક પ્રકાર ના વિવિધ ધંધા ઓ તરફ વળ્યાં છે જેવા કે ઇલેક્ટ્રોનિકક્ષેત્ર ,લેથકામ,બ્યુટી પાલર,કરિયાના ની દુકાન ,ઓટોગેરેજ,હાર્ડવેર દુકાન વગેરે 43 પ્રકાર ના ધંધાઓ તરફ વળેલા નોધાયેલા છે. ઉપરાંત શિક્ષણક્ષેત્ર ,મેડિકલક્ષેત્ર,વેપારક્ષેત્ર,બાંધકામક્ષેત્ર, તથા વકીલ,એન્જીનીઅર,પ્રોફેસર સૈનિક વગેરે ની પાડવીઓ પામેલા જોવા મળેછે।.પ્રજાપતિજ્ઞાતિ ભાઈઓ એ સમાજના અનેક વિવિધક્ષેતરો માં સેવા આપી છે।અને દેશ ની ઉન્નતિ માં ઘણું યોગદાન આપ્યું છે વિશેષ માહિતી "પ્રજાપતિ બ્રાહ્મણ - નિર્ણય "નામ ના ગ્રંથ માંથી જોવા મળી રહેશે.
ગમે તેટલું શીક્ષણ પામેલા હોવા છતાં માતા -પિતા ને વંદન કરતા અને માતા- પિતા ની સેવા કરતા સંકોચ થવો જોઇએ નહીં।માતા- પિતા ની સેવા કરનાર ને સમાજ અને દેશ ની સેવા કરવાની મનોવૃત્તિ થાય છે.માતા -પિતા ની યોગ્ય આજ્ઞાનું પાલન જુવાન માં સુખ લાવે છે.
માતા -પિતા ની આજ્ઞા નું પાલન કરો.તમારે સુખી થવું હોય તો માતા -પિતા ની સેવા કરો. જો તેમ તેમ કરશો,તો વૃદ્ધાવસ્થા માં તમારા બાળક પણ તમારી સેવા કરશે માતા,પિતા,ગુરુ અને અતિથિ આ ચાર સંસાર માં પ્રત્યક્ષ દેવ છે.તેથી તેમની સેવા કરજો.
પૌરાણિક કંથા મુજબ સમગ્ર પ્રજાપતિ જ્ઞાતિજન મુખ્ય તો ડૅશ પ્રજાપતિ તો પરિવાર ગણાઈ છીએ.તેથી જ પ્રજાપતિ સમાજ બ્રાહ્મણ સમાજ જ રાજા,મહારાજ ઓ ના સમય થી મન સમાન મેળવતા આવ્યા છીએ.એમ ઇતિહાસ સરથો પુરે છે.
વરિયા દેવીના પ્રાગટ્ય બાબત માં કહેવાય છે કે રાજસ્થાન માં આવેલ ભીનમાળા (પિન 343029)માં કુંભાર જ્ઞાતિનો સમૂહ વર્ષો વહેલો વસવાટ કરતો હતો.તેમાં ભક્તરાજ હમોરબાપા અને રાણીમાં -દંપતી માં ની ભક્તો કરતા હતા.પવિત્ર જીવન જીવતા અને લોકો ની સેવા કરતા,પરંતુ તેમની આર્થિક સ્થિતિ બહુ સંસારી નહીં।.હોવાથી સાધુ - સંતો ની સેવા સંતોષકારક કરી શકતા નહીં મન માં દુઃખ થતું,તેથી બંને માં જગદંબા ની ખુબ પ્રાર્થના કરતા.
સમય જતા એકવાર માં એ અપાર કૃપા કરી. બંને નિઃસ્વાર્થ ભક્તિ થી માં પ્રસન્ન થયા.અને તે વખતે પતિ - પત્ની એ હાથ જોડી ને કહ્યું "હે મહામાયા અમારા આંગણે જે સાધુ -સંત પધારે છે તેમને ભોજન વગેરે આપી તેમની સેવા-ચાકરી કરી શાકિયે એટલું આપવા અમીદસ્તી કરો".ત્યારે માતાજી એ કહ્યું:"તથાસ્તુઃ ,અને પ્રસાદરૂપે તમોને આ ગરબો આપું છું.જયારે તમો ગરબો ગયો,ત્યારે હું જ્યોતિપુરે પ્રગટ થઇ. " એવું માતાજી એ વચન આવ્યું ,એ બંને મન ભટક આ વધુ ને વધુ લિન હતા ગયા.સાથે સાથે અસહાય ને સહાય કરતા કરતા તેમને ઘણો સ્સામાંય પસાર થઇ ગયો.
પરંતુ હમેશા જીવન માં એકસરખો સમય રહેતો નથી,ઘણો સમય પસાર થવા છતાં હમીરબાપને ત્યાં કોઈ સંતાન થયું નહીં તેથી સમાજ માં વાંઝિયા તરીકે ગણાવા લાગ્યા અને સમાજ ના માંહેનાથી કંટાળી ને આખરે રાની માં એ માતાજી પાસે શેર માટીની પ્રાપ્તિ માટે આજીજી કરી.માતાજી એ પ્રગટ થઈને કહ્યું :"રાજીમાં આજ થી નવ માસ પછી આવતી નવરાત્રી માં હું જ તમારે ઘેર દીકરી તરીકે જન્મ લઈશ અને સોળ વર્ષ સુધી તમારી દીકરી બની ને રહીશ.પછી મારે ધામે ચાલી જઈશ। તમે મારુ નામ "વરિયા દેવી "રાખજો।મારા પછી તમારે ત્યાં ત્રણ પુત્રો થશે.તે માથી બે પુત્રો તાપ કરવા અપોભુમિ માં ચાલ્યા જશે. અને મોટા પુત્ર થી તમારો વંશ વેલો ચાલુ રહેશે.કુંભાર સમાજ માં તામારા સંતો નો (હમીર-રાણી)હમીરાણી તરીકે ઓળખાશે।હું તમારા સમાજ નું સદા રક્ષણ કરીશ,આ મારુ વચન ને આશીર્વાદ છે".
માં નું વર્ડડેન મેળવી ને હમીર બાપા એ પગપાળા પાવાગઢ સંઘ લઇ જવાની તૈયારી કરી. રસ્તા માં સાધુ-સંત ને જમાડી સત્સંગ સંઘ પાવાગઢ તરફ આગળ ચાલ્યો અને માંથી એ પહોંચ્યો।પાવાગઢ પડાવ ના કિનારે રોકાણ કર્યું। તળાવ માં નાહી ધોઈ ને નૈવેઢ ધરાવવા ની તૈયારી કરવા લાગ્યા પરંતુ તેમની પાસે તેલ ન હતુ.તેથી તેમને માતાજીને વીંટી કરી,"હે માં અમને તેલ ની વ્યવસ્થા કરી અપો",તે વખતે ત્યાંની મૂર્તિ માંથી અવાજ આવ્યો:"આ આખુંય તળાવ તેલથી ભરેલું છે તેમાંથી જોઈએ તેટલું તેલ લઇ લો."માતાજી નો આ પરચો જોઈ ને સંઘ અનંદિત થઇ ગયો.આ તળાવ નું નામ "તેલિયું તળાવ " પડ્યું.હમીરબાપા મહાકાળી માતાના દર્શને ગયા ત્યારે એમને અભિષેક કરવાની ઈંછા થઇ પરંતુ પાસે દૂધ ન હતું આથી ફરીથી માતા જી ને પ્રાર્થના કરી. માં એ કહ્યું :"જાવ,પાસે દૂધથી તળાવ ભરેલું છે સંઘ ના તમામ એનથી અભિષેક કરો"બધા એ પ્રેમ પૂર્વક અભિસશેક કર્યા એ તળાવ નું નામ પણ "દુધિયું તળાવ " પડ્યું। દશન કરી સંઘ ભીમમાંળ પાછો ફર્યો।ગામ વાંસિયો એ તેમનું સામૈયું કર્યું અને પ્રસાદ વહેંચ્યો.નવરાત્રી માં આવતા રાણી મણિ કુખે થી માં એ પુત્રી તરીકે જન્મ ધારણ કર્યો। .ચોમેર આનંદ છવાઈ ગયો,દીકરી નું નામ વરિયા દેવી રાખ્યું ત્યાર પછી માં ના આશીર્વાદ થી થોડા થોડા વર્ષ ના અંતરે ત્રણ પુત્રો પણ જન્મ્યા। ઘર માં લીલાલહેર થઇ ગયા.સોં આનંદ થી રહેવા લાગ્યા.
દશ વર્ષ બાદ એક વાર ભિન્નમાલ માં ભયંકર વાવઝૉડુ ને તોફાન થયું ત્યારે રાજા એ પ્રજાજનો ને ગામ ખાલી કરવા અને ત્યાંથી નીકળી બીજે જવાનું ફરમાન બહાર પાડ્યું ,પરંતુ વરિયાદેવી ના બે નાના ભાઈ વાવાઝોસડાના તોફાન માં મૃત્યુ પામ્યા।દંપતી ની પ્રાર્થના થી વરિયાદેવી એ બન્ને ને સજીવન કર્યા,માતાજી એ કહ્યા મુજબ બન્ને ભાઈઓ પાતોભુમિ માં તપ કરવા ચાલ્યા ગયા.વરિયા દેવી એ હમીર બાપૂ ને કહ્યું,"આપણે સૌરાષ્ટ પ્રદેશ માં જતા રહીએ ."હમીરબાપા સાથે ઘણા કુંભાર જ્ઞાતિ ભાઈઓ ગાળા લઇ સૌરાષ્ટ તરફ ચલાવ માંડ્યા।.કેટલાક બોટાદ તથા આજુબાજુ ના ગામો માં જ્યાં રોજીરોટી મળી ત્યાં સર્વે એ નિવાસ કર્યો.
વરિયા દેવી સોડ વર્ષ ના થયા ત્યારે એક સમાએ માતા પિતા ને કહ્યું:"હવે અવધિ પુરી થઇ છે મારે નિજસ્થાને જવાનો સમય થઇ ગયો છે.તમે કલ્યાણજીભાઈ ના લગ્ન લખમણી ની પુત્રી કેતકીકમળ -જે સર્વગુણ સંપન્ન છે ,તેની સાથે ગોઠવ જો " ત્યારે કલ્યાણજીભાઇએ કહ્યું :"માં તમારી હાજરી વિના હું લગ્ન નહીં કરું "ત્યારે વરિયા દેવી બોલ્યા:"તમો લગ્ન ના ચાર ફેરા ફરી લેશો પછી હું દર્શન દેવા અવશ્ય આવીશ.તમારા લગ્ન માં વિઘ્ન પણ આવશે પણ હું એને દૂર કરીશ"એટલું કહીશ ને વરિયા દેવી અંતધ્યાન થઇ ગયા.હમીર બાપા એ કલ્યાણજીના લગ્ન મહામહિના ની નવરાત્રી માં ધામધૂમ થી કર્યા. વરકન્યાનો હસ્તમેળાપ થયા પછી ત્યાં કલ્યાણજીભાઇ ફેરા ફરવા જાય છે ત્યાં કાળો નાગ પગે ડંખ મારે છે વરરાજા પડી જાય છે અને તેમનું પ્રાણ પંખેરું ઉડી જાય છે આ ઘટના જોઈ ને બધાના હોશખોશ ઉડી જાય છે હમીરબાપા વરિયા દેવી ને પુનઃ પ્રાર્થના લરે છે:"હે માતાજી તમા આજ્ઞા થી લગ્ન આરંભ્યા અને એવું અવિનાશી વિઘ્ન આવી પડ્યું ,તો હે માં હવે તમે જ આ વિઘ્ન ને દૂર કરો "ત્યારે પ્રાર્થના સાંભળી માતાજી પ્રગટ થાય છે કલ્યાણભાઈ ને સજીવન કરે છે ચાર ફેરા ફેરવી લગ્ન પૂર્ણ કરે છે। .માતાજી કહે છે "હવે હું જવું છું "ત્યારે વહુ કેતકીકમલ કહે છે "માતાજી તમો ફરી કર્યે દર્શન આપશો ?"તમારા નૈવેદ્ય માં અમરે સુ ધરાવવું ?"ત્યારે વરિયા દેવી એ કહ્યું:" વરિયાકુંભાર માં જયારે જયારે લગ્ન ના ચાર ફેરા વરઘોડિયા પુરા કરશે અને મંડપ માં મારુ સ્થાપન કરી મને યાદ કરશે ત્યારે ત્યારે હું દર્શન દઈને આશીવાદ આપવા આવીશ મારુ સ્થાપન હીરામણી કરે છે તેઓ તેમને અધિકાર આપું છું. "મારા નૈવેધ વાર ના બહેન બનેવી ને બનવાનો અધિકાર આપું છુ.નૈવેદધ માં સવા દશ શેર ના ઘઉં નો લોત તથા બાશેરે જાર નો લોટ લઇ જરૂરી મેખન દહીં ઢોસા બનાવી અડાયાં છાના માં નાખવા"આટલું કહી ને માતાજી અંતર્ધ્યાન થઇ ગયા.(અત્યારે વરિયાદેવી ના નૈવેદ્ય માં સવા પાંચ શેર લોટ ની સુખડી બનાવાય છે).
079-22890855
Near Rajendra Cross Road, Ahmedabad.
info@24variyasamaj.com